હાઉસિંગ બોર્ડમાં એસટીનો પૂછપરછ વિભાગ શરૂ કરવાની પણ માંગમોરબી : મોરબીના હાઉસિંગ બોર્ડ ખાતે પૂછપરછ વિભાગ શરૂ કરવા તેમજ રિઝર્વેશન સુવિધાનો સમય વધારવાની માંગ સાથે જાગૃત નાગરિક દ્વારા એસટીના વિભાગીય નિયામકને રજુઆત કરવામાં આવી છે.પી.પી. જોષી દ્વારા રજુઆતમાં જણાવાયું કે મોરબી-૨ હાઉસીંગ બોર્ડ ખાતે દરરોજ અઢીથી ત્રણ હજાર મુસાફર અવરજવર છે. અહી પુછપરછ વિભાગ નથી. અહીં કંન્ટ્રોલ કેબીન મુકવામા આવે તો મુસાફર જનતાને બસ કયારે આવશે તેનો ખ્યાલ આવે. હાલમાં મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે રિઝર્વેશન સાંજના પાંચ વાગ્યા સુધી ચાલુ રહે છે અને ત્યાર બાદ બંધ કરવામાં આવે છે ભુતકાળમાં રિઝર્વેશન બારી રાતના 11 વાગ્યા સુધી ચાલુ રહેતી હતી. તે પ્રમાણે ચાલુ કરાવવામાં આવે. તેમજ અગાઉ જુના બસ સ્ટેન્ડ કંટ્રોલ પોઈન્ટ ખાતે રિઝર્વેશનની કામગીરી ચાલુ હતી. જે ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરવામાં આવે.કચ્છથી આવતી જતી બસો રાત્રી દરમ્યાન જુના બસ સ્ટેન્ડ આવતી નથી. જે બાબતે ભુજ વિભાગીય નિયામકને જાણ કરવામાં આવે. જેથી રાત્રે મુસાફરને રીક્ષા ભાડા ખર્ચીને નવા બસ સ્ટેન્ડ જવુ ન પડે. મોરબી માળીયા વાયા દેરાળા બસ અગાઉ હરીપર (સોલ્ટ) નાઈટ કરતી જે પણ ધણા સમયથી બંધ છે જેથી હરીપર (સોલ્ટ)ના મીઠાના અગરીયાને ઘણી જ તકલીફ પડે છે. તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છે.