મોરબી : ગઈકાલે તારીખ 13 ઓગસ્ટના રોજ મોરબીમાં સર્વે સનાનતી હિંદુ સમાજ અને સંગઠન દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાના આયોજન માટે જલારામ મંદિરે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં શોભાયાત્રા દરમિયાન કઈ રીતે આયોજન કરવું તે વિષયે ચર્ચા કરવામાં આવી હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબીમાં જન્માષ્ટમીએ મોરબીના રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રા મોરબીના જડેશ્વર મંદિરેથી પ્રસ્થાન થશે અને મોરબીના રાજમાર્ગો પર ફરીને દરબારગઢ ખાતે પૂર્ણ થશે. ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમ થશે, હિંદુ સંસ્કૃતિ પ્રમાણે શોભાયાત્રામાં ફ્લોટ જોડાશે. ત્યારે આ જન્માષ્ટમી ઉત્સવમાં સર્વે હિંદુ સંગઠન, હિંદુ સમાજ અને બહોળી સંખ્યામાં લોકોને જોડાવા જણાવાયું છે. આ શોભાયાત્રામાં હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસર્જન પરિષદ દિલ્હી ગૌરક્ષક, જય મહાકાલ ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય પરિષદ બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ, એકતા એજ લક્ષ સંગઠન, અર્જુન સેના, શિવસેના, શિવ શક્તિ સેવા સંગઠન, એસ. એસ. ગ્રુપ, શ્યામ મિત્ર મંડળ, જય દ્વારકાધીશ ગ્રુપ, માઁ ગ્રુપ, દલવાડી કનૈયા ગ્રુપ, ગૌસેવા માનવ ધર્મ ગ્રુપ, જય બજરંગ વીએમ શાળા ગ્રુપ, સ્વસ્તિક ગ્રુપ, શ્રી બાલાજી મિત્ર મંડળ ગ્રુપ, કેસરીનંદન ગ્રુપ, જય વેલનાથ, ગ્રુપ, ઠાકોર સેના મોરબી, કાલિકા પ્લોટ મિત્ર મંડળ સહિતના સંગઠનો સહભાગી થઈ રહ્યા છે.