હાઇવે ઉપર હોટલમાં ચા પીવા ગયેલા યુવાનને જાનથી મારી નાખવા ધમકીમોરબી : માળીયા મિયાણા હાઇવે ઉપર બલેનો ગાડી લઈને ચા પીવા ગયેલ યુવાનની કાર સાથે થાર ગાડી અથડાવી જુના મિત્રએ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા હાઇવે ઉપર આવેલ વડવાળા હોટલ ખાતે બલેનો ગાડી લઈને ચા પીવા ગયેલા ફરિયાદી યુસુફભાઈ અલારખાભાઈ સંધવાણી ચા પીતા હતા ત્યારે આરોપી યુસુબ કાદર જેડા જીજે - 37 - જે - 9905 નંબરની ગાડી લઈને આવ્યો હતો અને અગાઉ આરોપી અને ફરિયાદી મિત્રો હોય હવે ફરિયાદી યુસુફભાઈ ખોટા કામ કરતા ન હોય અને ખોટા કામ કરવાની ના પાડતા આ બાબતનો ખાર રાખી બલેનો ગાડી સાથે ટક્કર મારી નુકશાન પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.