દિઘડિયા અને અમરાપરમાં દરોડામાં ફિલ્મી દ્રશ્યોહળવદ : હળવદ તાલુકાના દિઘડિયા અને અમરાપરમાં સ્થાનિક પોલીસે જુગારના બે અલગ - અલગ દરોડા પાડતા ફિલ્મી દ્રશ્યો વચ્ચે 10 જુગારીઓને નાસી ગયા હતા અને ચાર જુગારી પોલીસ ગિરફતમાં આવી ગયા હતા, જો કે બન્ને દરોડામાં પોલીસે લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રથમ દરોડામાં હળવદ પોલીસે બાતમીને આધારે દિઘડિયા ગામની સીમમાં દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. આ દરોડામાં આરોપી ગણેશભાઇ સોમાભાઇ ઇન્દરીયા, રહે. દીઘડીયા ગામ અને આરોપી ગોપાલભાઇ સોમાભાઇ ઇન્દરીયા પકડાઈ ગયા હતા જ્યારે આરોપી ભથીભાઇ પરષોતમભાઇ કગથરા, મુનાભાઇ ઉર્ફે સાંભો રમેશભાઇ રાપુસા, મુનાભાઇ ઉર્ફે કાબો રામાભાઇ અઘારા, ધીરાભાઇ ઉર્ફે વિરમ અવચરભાઇ રાપુસા, દેવરાજભાઇ ગોવિંદભાઇ અઘારા, હીન્દાભાઇ મસાભાઇ સાવરીયા, વિનોદભાઇ ઉર્ફે ખુરજી દીપુભાઇ કાંજીયા અને અલ્પેશભાઇ ઉર્ફે ભાણો રમેશભાઇ વનપરા નાસી ગયા હતા. જુગારના આ દરોડામાં પોલીસે રોકડા રૂપિયા 1990, લાઇટ બતી કિ.રૂ.50 તેમજ મોટરસાયકલ નંગ-6 કિમત રૂપિયા 90 હજાર મળી કુલ મુદામાલ રૂા.92,024 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં હળવદ પોલીસે જુના અમરાપર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ફિરોજભાઈ ગુલામભાઈ કટીયા અને બાલાભાઈ ભગવાનભાઈ કોળીને તીનપતિ રમતા ઝડપી લીધા હતા જ્યારે આરોપી સંજયભાઈ દિલીપભાઈ ઝીંઝુવાડીયા અને લાલજીભાઈ રમેશભાઈ માલકીયા નાસી જતા પોલીસે રોકડા રૂપિયા 13,300 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.