વાંકાનેર : આજ રોજ કે. કે. શાહ વિદ્યાલય વાંકાનેર, વી.એસ. શાહ ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલય વાંકાનેર અને એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેરના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાંકાનેર પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર ઉત્તમ કાનાણી, સંકુલના પ્રમુખ અમરશીભાઈ મઢવી દ્વારા રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં બાળકોએ નારા લગાવી ભારત માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. રેલીના અંતે મામલતદાર ઉત્તમ કાનાણી દ્વારા ભારતનો ઇતિહાસ અને આપણા રાષ્ટ્રીય પર્વનું મહત્વ વિશે વાત રજુ કરી હતી. તેમજ અમરશીભાઈ મઢવીએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જાળવવા બાબતે માહિતી આપી હતી.