મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આજે 13 ઓગસ્ટ ને મંગળવારના રોજ ડો. સાપોવાડીયાની હોસ્પિટલ- રાજકોટ દ્વારા આંખનો નિ: શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર પ્રા. જે.એમ.કાથડ રહ્યા હતા. આચાર્ય દંગી સાહેબના અધ્યક્ષ સ્થાને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સર્વે વિદ્યાર્થીઓની આંખોનું ફ્રી ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સમગ્ર સ્ટાફગણે પણ હાજરી આપી હતી.