મોરબી : મોરબી શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે. પ્રજા તરફથી દરરોજ અનેક ફરિયાદો નગરપાલિકાને સફાઈ અને કચરા બાબતની મળી રહી છે. ત્યારે આજે મોરબી નગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી અને નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વરમોરા ગ્રુપના સૌજન્યથી 20 ટ્રેક્ટર અને 4 જેસીબીની મદદથી મોરબી શહેરના વિવિધ શહેરમાં સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેસીબી દ્વારા કચરાના ઢગલાને ટ્રેક્ટરમાં ભરીને દૂર કરવામાં આવી રહ્યો છે. વિવિઘ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ શરૂ થતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.