પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી યાત્રા સરદાર વલ્લભભાઈની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ : અનેક સ્થળોએ યાત્રાનું સ્વાગત : મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયામોરબી : મોરબીમાં આજે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. જેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર 1000 ફૂટ લાંબો તિરંગો રહ્યો હતો. આ તિરંગાને પોલીસ જવાનો અને જીઆરડીના જવાનો સહિતના લોકો લઈને યાત્રામાં ચાલ્યા હતા. આ યાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ થયું હતું.તિરંગા યાત્રા પોલોસ પરેડ ગ્રાઉન્ડથી લઈ શાક માર્કેટ, ગાંધી ચોક, ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, રવાપર રોડ, શનાળા રોડ, સરદાર બાગ, સુપર માર્કેટ થઈ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ સુધી યોજાઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારી જોડાયા હતા. કલેકટર કે.બી. ઝવેરી, ઇન્ચાર્જ ડીડીઓ ગઢવી, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા ઉપરાંત જયંતીભાઈ પટેલ સહિતના યાત્રામાં જોડાયા હતા. મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા. આ સાથે 350થી વધુ શાળાના બાળકો પણ આ યાત્રામાં સહભાગી થયા હતા.