મોરબી : મોરબીના સામાકાઠે આવેલ વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી ઉમા ટાઉનશીપની પાછળના ભાગે આવેલ ત્રંબકેશ્વર મહાદેવના મંદિર શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે શ્રાવણ માસમાં દર સોમવારે ફરાળ અને બટુક ભોજન અને પ્રસાદીનું આયોજન રાખવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષથી આ કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ગ્રુપ દ્રારા આ કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે.