મોરબી : મોરબીના પંચાસર રોડના કોર્નર પર રસ્તાનું કામ ચાલુ હોય અવાર નવાર વાહનો પલટી જવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે ખરાબ રોડના કારણે એક રિક્ષા પલટી ગઈ હતી. પંચાસર રોડના કોર્નર પાસે રસ્તો ખરાબ છે અને ત્યાંથી અનેક વાહનો પસાર થતાં હોય છે. ત્યારે આજે ત્યાંથી સામાન ભરીને જઈ રહેલી એક રિક્ષા પલટી ગઈ હતી. સ્થાનિક લોકોએ એકઠાં થઈને મહામહેનતે રિક્ષામાંથી સામાન બહાર કાઢીને રિક્ષાને ઉભી કરી હતી.