હળવદ : હળવદ તાલુકા પોલીસે લીલાપર જવાના રોડ પરથી એક ઇકોમાંથી રૂ.25,300ની કિંમતના દારૂ-બિયરનો જથ્થો પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમી હકીકત આધારે એસ્ટ્રોન પેપર મીલથી લીલાપર જવાના રોડ ઉપર તપાસ દરમ્યાન ઈકો ગાડી રજી.નં. GJ 36 L 2286માંથી વાઈટ લેસ વોડકાના ચપલા નંગ-86 કુલ કિં.રૂ.8600/-, પાવર કુલ સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-72 કિ.રૂ.7200/- તથા કીંગ ફિશર સ્ટ્રોંગ બીયરના ટીન નંગ-95 કિ.રૂ.9500/- મળી રૂ.3,25,300નો મુદ્દામાલ કબ્જે કરી ઇકોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.