મોરબી : આઝાદીની થીમ પર ભારત સરકારના ઉપક્રમે ભારતીય સ્ટેટ બેંક દ્વારા આજથી ત્રણ દિવસ મોરબીમાં ભાગલા વખતની ભયાનક યાદો દર્શાવતું પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના એલઈ કોલેજ રોડ પર આવેલી સાર્થક વિદ્યામંદિર ખાતે આજે 13 ઓગસ્ટે સવારે 9 વાગ્યાથી 15 ઓગસ્ટ સુધી ભાગલા વખતની ભયાનક યાદો દર્શાવતું પોસ્ટર પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન ત્રણ દિવસ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી નિહાળી શકાશે. તો આ પ્રદર્શન નિહાળવા મોરબીની જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે.