ટંકારા : ટંકારા તાલુકાના ખીજળીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તે સિવિલ હોસ્પિટલ પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેગ્જીનવાળી પિસ્તોલ તથા ખાલી મેગ્જીન સાથે એક શખ્સને મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.ખાનગી રાહે મળેલી બાતમીના આધારે મોરબી ક્રાઈમ બ્રાંચે ટંકારામાં સિવિલ હોસ્પિટલ પાસેથી આરોપી સબ્બીર મીર (ઉં.વ. 19, રહે. જંગલેશ્વર, હુશેની ચોક, રાજકોટ)ને ઝડપી લઈ તેની પાસેથી ગેરકાયદે હાથ બનાવટની લોખંડની મેગ્જીનવાળી પિસ્તોલ નંગ-1 અને ખાલી મેગ્જીન નંગ-1 જપ્ત કરી ટંકારા પોલીસ સ્ટેશનમાં હથિયારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.