મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલથી વાંકડા ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સોરઠ પોલીફેબ નામના કારખાનામાં રહેતા શિવાકાન્ત અજયકુમાર ત્રિપાઠી ઉ.18 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.