મોરબી : શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભાવિકો ઠેર-ઠેર શહેર તેમજ ગામડાઓમાંથી આવતા હોય છે. ત્યારે તેમના સેવા અર્થે દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.આ દરમ્યાન શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડીના મેમ્બર દ્વારકેશભાઈ કુંભરવાડીયાએ જણાવવામાં આવ્યું હતું કે, લોકોની આસ્થા અને આરાધનાને ધ્યાને લઈ દૂર દૂરથી ચાલીને આવતા પદયાત્રીઓના આરામ માટે તેમજ નાસ્તા માટે યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે.