જાગૃત નાગરિકે ફેસબુક લાઈવ કરી સમગ્ર ઘટના ઉજાગર કરીમોરબી : મોરબીના ડી-માર્ટમાં રવાના પેકેટમાં જીવાતો હોવાનું સામે આવ્યું છે. આ મામલે એક જાગૃત નાગરિકે ફેસબુક ઉપર લાઈવ થઈને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાને ઉજાગર કર્યા છે.મોરબીમાં ગુણવત્તા માટે લોકો મોલમાં શોપિંગ કરવા જાય છે. ત્યારે સૌથી વધુ લોકો જ્યાંથી ખરીદી કરે છે તેવા ડી-માર્ટમાં રવાના પેકેટમાં જીવાતો જોવા મળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દિલીપભાઈ દલસાણીયા નામના ગ્રાહકે જણાવ્યું કે ગઈકાલે રાત્રે તેઓએ અહીંથી રવાનું પેકેટ ખરીદ્યું હતું. જેમાં પેકેટમાં બહારથી જ દેખાતું હતું કે અંદર જીવાતો છે.આ મામલે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરતા તેઓએ પેકેટ બદલી આપવાનું પણ કહ્યું હતું. જો કે તેઓએ લોકો સજાગ થાય તે માટે ફેસબુક લાઈવ કરી સમગ્ર ઘટનાને ઉજાગર કરી હતી. અંતમાં દિલીપભાઈ જણાવે છે આ મામલે તેઓએ ફૂડ સેફટી ઓફિસરને જાણ પણ કરી છે. જ્યારે આ અંગે ફૂડ વિભાગના અધિકારી છત્રોલાએ જણાવ્યું કે તેઓને ફરિયાદ મળી છે. આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.