મોરબી : લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ- મોરબી તથા મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટી (પ્રમુખ ડો. બી.કે. લહેરૂ) તથા સ્વરાજન ક્લબ મોરબી ગ્રુપ દ્વારા આગામી તારીખ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાત્રે 8 થી 11 કલાક દરમિયાન શહીદ વીર તથા દેશભક્તો અને મહાનુભાવોને શ્રદ્ધાંજલિ રૂપે દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર આવેલી મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના સાર્વજનિક મેદાનમાં યોજાશે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં સૌ લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.