બેલા રંગપર રોડ ઉપર ઇડોરા પાર્ટીકલ નામના કારખાનમાં બનેલ ઘટનામોરબી : મોત ક્યારે અને કેમ મળે છે તે કહેવું અકળ છે ત્યારે મોરબી તાલુકાના બેલા રંગપર ગામની સીમમાં કારખાનામાં ટ્રકમાંથી વસ્તુઓ ઉતારવા માટે ટ્રક ઉપર ચડી નાકા ખોલી રહેલા યુવાનને ઉપરથી પસાર થઈ હેવી વીજ લાઈને ખેંચી લેતા જોરદાર વીજ શોક લાગતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા રંગપર ગામની સીમમાં આવેલ ઇડોરા પાર્ટીકલ બોર્ડ નામના કારખાનામાં કામ કરતો મૂળ પંચમહાલ જિલ્લાનો વતની રમઝાનભાઈ મહમદભાઈ પઠાણ ઉ.20 નામનો યુવાન કારખાનામાં આવેલ ટ્રક ઉપર ચડી નાકા છોડતો હતો ત્યારે ટ્રક ઉપરથી પસાર થતી હેવી વીજ લાઈનમાંથી શોક લાગતા રમઝાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.