આધારકાર્ડ અને બેંક ડીટેઈલ વેરિફાય કરાવવી પણ જરૂરીમોરબી : ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળતી શિષ્યવૃત્તિ અંગે અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે. સમાજ કલ્યાણ વિભાગના થયેલા પત્ર મુજબ શિષ્યવૃતિ- 2024-25ની કામગીરી શરૂ થઈ છે. પરંતું આ વર્ષે 2-3 સુધારા આવતા જયાં સુધી વિદ્યાર્થીનું નામ રેશનકાર્ડમાં નહી હોય કે આધારકાર્ડ નહિ હોય તો શિષ્યવૃતિ મળી શકશે નહીં.પરિપત્ર મુજબ આ વર્ષે દરેક વિદ્યાર્થીઓના રેશનકાર્ડના 18 અંકના મેમ્બર આઈ ડી ઓનલાઈન વેરીફાય થશે. આધારકાર્ડ ઓનલાઈન વેરીફાય થશે. બેંક ડિટેઈલ વેરીફાય થશે. આવકનો દાખલો સામેલ રાખવો પડશે. આવી રીતે બધી જ વસ્તું ઓનલાઈન વેરીફાય થયા બાદ જ શિષ્યવૃતિની દરખાસ્ત થશે. જેથી ચાલુ વર્ષની શિષ્યવૃત્તિ જમા થવામાં વિલંબ થશે. ઉપરાંત જે વિદ્યાર્થીનું રેશનકાર્ડમાં નામ નથી તેમને શિષ્યવૃત્તિ મળશે નહી. જેથી શિષ્યવૃત્તિ મેળવવા માટે નામ ચડાવી લેવા જણાવાયું છે. જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવી હોય તેઓએ રેશનકાર્ડ, આવકનો દાખલો, આધારકાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્ષ આવતીકાલથી વહેલાસર શાળાએ પહોંચાડી દેવા જણાવાયું છે.