મોરબી : મોરબીમાં દર વર્ષે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીએ ભવ્ય અને દિવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના આયોજનની તૈયારીના ભાગરૂપે 13 ઓગસ્ટ ને મંગળવારે રાત્રે 9-30 કલાકે મોરબીના જલારામ મંદિરે હિંદુ સંગઠનોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠકમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે યોજાનાર શોભાયાત્રા અંગે ચર્ચા કરવામાં આવશે. તો આ બેઠકમાં સર્વે હિન્દુ સંગઠન, પ્રાચીન ગરબી મંડળ, ગણેશ ઉત્સવ ધુન મંડળ. સમાજના સામાજિક સંગઠનના અધિકારી તથા કાર્યકરો તથા સર્વે હિન્દુ સમાજના આગેવાનોને આ બેઠકમાં હાજરી આપવા જણાવાયું છે.