હળવદ : હળવદની જૂના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત આજે તારીખ 12-8-2024ના રોજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં કુલ 70 બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી 12 બાળકો વિજેતા થાય હતા. આ વિજેતા બાળકોને હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણી અને મોરબીની મહેશ્વરી હોસ્પિટલના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા.