ટંકારા પોલીસે જુગારીઓ ઉપર સકંજો કસ્યોટંકારા : શ્રાવણ માસમાં જુગારની બદી વધવા પામી છે ત્યારે ટંકારા પોલીસે ગઈકાલે જુગારના બે અલગ અલગ દરોડામાં ટંકારાના ઉગમણા ઝાંપા પાસે તેમજ જબલપુર ગામે ઈટોના ભઠ્ઠામાં દરોડા પાડી સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જુગાર અંગેના પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે બાતમીને આધારે ઉગમણા ઝાપા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જીગ્નેશભાઇ કાળુભાઇ ઉઘરેજા, મેરૂભાઇ ભુદરભાઇ સારેસા અને મોતીભાઇ છગનભાઇ જાદવ તીનપતિનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 10,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.જયારે બીજા દરોડામાં ટંકારા પોલીસે જબલપુર ગામે ઇટોના ભઠ્ઠા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દેવરાજભાઇ વાલજીભાઇ નારીયાણા, કાંન્તીભાઇ મગનભાઇ ગણાવા, બાપુભાઇ દરીયાવસિંહ દોહદીયા અને ચંદનકુમાર સીબજીભાઇ રાઉતને તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.