માળિયા : માળિયા મિયાણા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સિંહના માસ્ક પહેરી તેમજ બેનરો સાથે રાખી મહારેલીનું આયોજન કર્યું હતું. અને આ રેલી દરમિયાન સિંહોના ઇતિહાસ અને સંવર્ધન અંગેની માહિતીની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.