ટાઇલ્સ ટ્રેડર 8મીએ અને યાર્ડના વેપારી 9મી ઓગસ્ટે લાપતા બનતા બન્નેના પિતાએ ફરિયાદ નોંધાવીમોરબી : મોરબીમાં છેલ્લા બે દિવસમાં શહેરના નાની કેનાલ રોડ ઉપર રહેતા સિરામિક ટાઇલ્સના ટ્રેડર યુવાન અને જેતપર ગામે રહેતા માર્કેટિંગ યાર્ડના વેપારી લાપતા બનતા બન્ને વેપારી યુવાનના પિતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.પ્રથમ કિસ્સામાં મોરબીના નાની કેનાલ રોડ ઉપર અવધ સોસાયટીમાં રહેતા અને લેથકામનો વ્યવસાય કરતા દલસુખભાઈ મગનભાઈ કાવરે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સિરામિક ટ્રેડિંગનો વ્યવસાય કરતો પુત્ર ગૌરવ દલસુખભાઈ કાવર ઉ.25 ગત તા.8ના રોજ બપોરના અઢી વાગ્યે ઘેરથી ચાલીને નીકળી ગયા બાદ ક્યાંક જતા રહી ઘેર પરત ન આવતા ગુમસુધા નોંધ કરાવી છે.જ્યારે બીજા કિસ્સામાં મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા ખેડૂત દિનેશભાઇ ચતુરભાઈ ક્લોલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ લખાવતા જાહેર કર્યું હતું કે, મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે વેપાર કરતો તેમનો પુત્ર પવન દિનેશભાઇ ક્લોલા ઉ.22 ગત તા.9 ઓગસ્ટના રોજ માર્કેટિંગ યાર્ડથી ઘેર જવાનું કહીને નીકળ્યા બાદ ઘેર પરત ન આવતા પરિવારજનો અને સગા સંબંધીઓએ તપાસ કરવા છતાં ન મળી આવ્યો ન હતો. લાપતા બનનાર પવન છ ફૂટની ઉંચાઈ ધરાવતો હોવાનું અને કાર્ગોપેન્ટ તેમજ કાળા કલરનો શર્ટ પહેર્યો હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.