મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલની બાજુમાં આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિરે તા.12ને સોમવારના રોજ શ્રી રામ ભગવાનના મહાદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ દિવસે સાંજે 7 કલાકે મહા આરતી પણ યોજાશે. આ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે.