મોરબી : મોરબી અને વાંકાનેર પોલીસે પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ દરમિયાન અલગ અલગ બે કિસ્સામાં મોરબીમાં એક યુવાનને એક્ટિવમાં દારૂ સાથે અને વાંકાનેરમાં એક યુવાનને બોલરોમા બિયરના ટીન સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ કાર્યવાહીમા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાવડી ચોકડી પાસેથી પેટ્રોલિંગ દરમિયાન એક્ટિવા લઈને પસાર થતા મૂળ સુરેન્દ્રનગરના વતની આરોપી યુવરાજ વનરાજભાઈ સગર ઉ.29 નામના યુવાનને વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1200 તેમજ 50 હજારના એક્ટિવા સહિત 51,200ના મુદ્દામાલ સાથે પકડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેરથી જડેશ્વર રોડ ઉપર વડસર તળાવ પાસે ગોળાઈમાં બોલેરો લઈને પસાર થતા આરોપી અરસદ ઉર્ફે સદામ લિયાકતભાઈ ખલીફા ઉ.31 રહે.ટંકારા મઠવાળી શેરી વાળાને બિયરના એક ટીન તેમજ બોલેરો સાથે નશો કરેલી હાલતમાં ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.