વાંકાનેર : આજરોજ તારીખ 10 ઓગસ્ટના રોજ જામસર CRCની આનંદપર પ્રાથમિક શાળા ખાતે જામસર CRC ચૌહાણ નરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CRC શાળાના આચાર્ય શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા મહારેલી કાઢવામાં આવી હતી.જેમાં સિંહ વિશેના નારા બોલાવી ગામમાં જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેમજ વિશ્વભરમાં સિંહોની ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખી તેમજ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો, સમગ્ર વિશ્વમાં દાણચોરી અને ગેરકાયદેસર શિકારને કારણે સિંહની પ્રજાતિઓ અને સંખ્યાઓ લુપ્ત થઈ રહી છે તેને અટકાવવા અને તેના રક્ષણ માટે શું કરવું જોઈએ ? તે અંતર્ગત માર્ગદર્શન જામસર CRC ચૌહાણ નરેન્દ્રસિંહ એસ શાળાના આચાર્ય ધંધુકિયા કેતનભાઇ અને શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.