કારખાનાની સામે આવેલ અવાવરું જગ્યાએ બાચકામાં દારૂ છુપાવ્યો હતોમોરબી : મોરબી તાલુકા પોલીસે ઘુંટુ ગામની સીમમાં એક કારખાના સામે બાચકામાં છુપાવેલ રૂ.૭.૬૦ લાખના દારૂ- બિયરના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સને ઝડપી પાડી તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસને બાતમી મળેલ કે ઘુંટુ ગામની સીમમાં કેનાલ રોડ ઉપર આવેલ સ્ટોનેજ એન્ટરપ્રાઈઝના કારખાના સામે ઇંગ્લીશ દારૂ પડેલ છે અને બે ઇસમો ઇંગ્લીશ દારૂ વેચાણ કરવા પ્લાસ્ટિક બાચકા તેમજ કાપડના થેલા માં ઇંગ્લીશ દારૂ ભરે છે. જેના આધારે રેઇડ કરતા હેમસિંગ નંદાસિંગ રાવત અને ચંદ્રસિંગ ડવસિંગ રાવત રહે.બન્ને રાજસ્થાન વાળા દારૂ સગેવગે કરતા જોવા મળ્યા હતા.જેથી પોલીસે અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ.૧૭૮૪ કિ.રૂ.૭,૫૦,૬૬૦/- તથા બીયરના ૫૦૦ મીલી ટીન નંગ.૧૧૮ કીરૂ ૧૧,૮૦૦/- તથા મોટર સાયકલ નંગ-૦૪ કી.રૂ. ૯૫૦૦૦/- તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૮,૬૫,૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સેકટર એન.એ.વસાવા, પો.સ.ઈ. બી.એમ.બગડા, એ.એસ.આઇ સબળસિંહ સોલંકી, પોલીસ હેડ કોન્સ મહાવીરસિંહ પરમાર, વનરાજભાઇ ચાવડા, પોલીસ કોન્સ કેતનભાઇ અજાણા, રમેશભાઇ મુંધવા, ભગીરથભાઇ લોખીલ, સિધ્ધરાજભાઇ લોખીલ, પુથ્વીરાજસિંહ જાડેજા, જીતેનભાઇ ગઢવી, દેવશીભાઇ મોરી, કુલદીપભાઇ કાનગડ, અરવિંદભાઇ મકવાણા, દિપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.