મોરબી : પહેલા ચોર ઝડપી લેવાનો બાદમાં ફરિયાદ નોંધવાની પ્રણાલી મુજબ મોરબીમાં એક સાથે ત્રણ - ત્રણ વાહન ચોરીની ફરિયાદ નોંધાતા વાહનચોર પોલીસની હાથવેંતમાં હોવાના સંકેતો મળી રહ્યા છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસે તા.26 જુલાઈના રોજ પથિક રમેશભાઈ ફુલતરિયાનું 45 હજારનું એક્ટિવા આલપરોડ ઉપર તિરુપતિ સોસાયટીમાં તેમના ઘર પાસેથી ચોરાઈ જતા ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત બીજી વાહનચોરીની ફરિયાદમાં કિશોરભાઈ ગણેશભાઈ અધારાનું રૂપિયા 70 હજારનું બુલેટ રવાપર ગામમા હનુમાન મંદિર પાસેથી ગત તા.14 ફેબ્રુઆરી 2024ના રોજ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધી છે.જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે લાલજીભાઈ અરજણભાઈ નકુમની માલિકીનું રૂપિયા 25 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ત્રાજપર રોડ, નટવર પાર્ક, સોસાયટીમાંથી ચોરાઈ જતા વાહનચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.