મોરબી : પવિત્ર શ્રાવણ માસની તમામ શિવભક્તો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આજે શનિવારે ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી-2 ખાતે આવેલા શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજને પણ કૈલાશ પર્વતનો અનેરો શણગાર કરવામાં આવ્યો છે. આ અદભુત શણગાર થકી ભાવિક ભક્તજનોને હિમાલય દર્શનની અનુભૂતિ થઈ રહી છે.