મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર બેડરૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસ એપાર્ટમન્ટમાં રહેતા મિતાલીબેન તેજસભાઈ ભુવા ઉ.33નામના પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક મિતાલીબેનના 2 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.