ટંકારા : ટંકારા તાલુકાના ભૂત કોટડા પ્રાથમિક શાળામાં હર ઘર તિરંગા અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 6 થી 8ની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો દ્વારા 7×12 ફૂટની એક મોટી રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં કલર અને પાંદડાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રંગોળીમાં ઘર બનાવીને તેના પર તિરંગો લગાવવામાં આવ્યો હતો.