મોરબી : મોરબી શહેરના ગાંધીચોકમાં સિવિલ હોસ્પિટલના ગેઇટ પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી રવીભાઇ સવજીભાઇ ખાખરીયા રહે.રણછોડનગર-૨ વીસીપરા, મોરબી અને આસીફભાઇ હારૂનભાઇ, રહે.વાવડીરોડ, રવીપાર્ક સોસાયટી, મોરબી વાળાને સિટી એ ડિવિઝન પોલીસે રોકડા રૂપિયા 1350 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.