મોરબી : આવતી કાલ તારીખ 10-8-2024 ને શનિવારનાં રોજ PGVCLના મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી સોરેંટો ફીડર વિસ્તારોમાં સવારે 7 કલાકથી બપોરના 3 કલાક સુધી નવી લાઈનની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે પાવર બંધ રહેશે.જેમાં સિલ્વર પાર્ક સોસાયટી, કુબેરધાર, યોગી નગર, ત્રાજપર ખારી, મધુસ્મૃતિ, શાંતિવન સોસાયટી વગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં પાવર બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જેની સર્વે ગ્રાહકએ નોંધ લેવા મોરબી શહેર-2 પેટા વિભાગના નાયબ ઈજનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.