કિલનમાં ઉપયોગમાં આવતા 45 થર્મોકપલ ચોરી કરનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદવાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા ત્રણ યુવાનોએ ફેક્ટરીની કિલનમાં ઉપયોગમાં લેવામાં આવતા કિંમતી પ્લેટીનીયમ ધાતુના તાર વાળા 45 થર્મોકપલની ચોરી કરતા ત્રણેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ સોલિજો વિટ્રીફાઇડ નામની સિરામિક ફેકટરીના સંચાલક રેનીશકુમાર કાંતીભાઇ કાથરોટીયા, રે.દેવદર્શન એપાર્ટમેનટ બ્લોક નં.૩૦૧ લક્ષ્મીનારયણ સોસાયટી મોરબી, મુળ રે.જાંજમેર તા.ધોરાજી જી.રાજકોટ વાળાએ આરોપી (૧) દિવ્યેશભાઇ રાયસીંગભાઇ ઝાલા રે.ધામળેજ તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથ (ર) મંતવ્ય નાથાભાઇ મોરી, રે.કાજ તા.કોડીનાર જી.ગીરસોમનાથ (૩) મિતકુમાર રાયસિંહભાઇ પરમાર, રે.કાજ તા.કોડીનાર જી.ગીરસોમનાથ નામના યુવાનોએ ફેક્ટરીની કિલનમાં ઉપયોગમાં આવતા પ્લેટીનીયમ ધાતુ વાળા 45 થર્મોકપલ કિંમત રૂપિયા 3,09,375 ની ચોરી કરતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.