મોરબી : આપણી દેવભાષા સંસ્કૃતમાં અનેકાનેક ગ્રંથો તથા શાસ્ત્રોની રચના થયેલી છે. આપણી વર્તમાન પેઢીના બ્રહ્મ બાળકો એના મહત્વને સમજે અને તેના દ્વારા સંસ્કારીત બની સંસ્કૃતિ જતનમાં પોતાનું યોગદાન આપે એ હેતુથી મોરબીમાં આગામી સમયમાં સંસ્કૃત શ્લોક પઠન સંસ્કાર સંસ્કૃતિ જતન કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં 12 વર્ષથી નાની ઉંમરના બાળકો 3 મિનિટની સમય મર્યાદામાં સંસ્કૃત સ્તુતિ, સ્તોત્ર કે વધુમાં વધુ 5 શ્લોક પ્રસ્તુત કરી શકશે. ભાગ લેનાર પ્રત્યેક બાળકને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ભાગ લેવા ઈચ્છતા બ્રહ્મ સમાજના બાળકોએ પોતાના નામ, ઉંમર, સરનામું સહિતની વિગતો તારીખ 19-8-2024 સુધીમાં 8780287220 પર પહોંચાડવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે. વધુ વિગતો માટે સંસ્થા પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી- મો.નં. 9879024410, અધ્યક્ષ પ્રશાંતભાઈ મહેતા- મો.નં. 9727716177, મહામંત્રી મિલેશભાઈ જોશી- મો.નં. 9825232412, અમુલભાઈ જોશી- મો.નં. 9227100011, કમલભાઈ દવે- મો.નં. 9595688888, કેયુરભાઈ પંડ્યા- મો.નં. 9429484440નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.