વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ દ્વારા હર ઘર તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અલગ-અલગ જગ્યાએ વાહન ચાલકો તેમજ ધંધાર્થીઓને આગામી સ્વતંત્ર દિવસ અનુસંધાને તિરંગા વહેચણી કરી રાષ્ટ્ર એકતા તેમજ રાષ્ટ્ર પ્રેમ તરફ પ્રેરીત કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પો.ઈન્સ એચ.વી.ધેલા તથા પો.હેડ.કોન્સ વાલજીભાઈ પરમાર, પ્રદીપસિંહ ઝાલા, પો.કોન્સ જગદીશભાઈ ગાબુ, પ્રવિણભાઈ સહિતના જોડાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે.