મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશેમોરબી : આગામી તારીખ 11 ઓગસ્ટના રોજ મચ્છુ જળ હોનારત દિન નિમિત્તે મોરબી નગરપાલિકા દ્વારા મોરબીમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.11 ઓગસ્ટે બપોરે 3-15 કલાકે નગરપાલિકા કચેરીથી મૌન રેલી નીકળશે અને મૃતાત્માઓના સ્મૃતિ સ્તંભ મણિ મંદિર ખાતે બપોરે 3-30 કલાકે પહોંચશે. જ્યાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કાર્યક્રમ યોજાશે. જેમાં નગરપાલિકા દ્વારા તથા મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ કાર્યક્રમમાં મોરબીની જાહેર જનતાને હાજર રહેવા જણાવાયું છે.