હળવદ પોલીસે એક આરોપી સહિત છ હજારનો મુદ્દા માલ પકડી પાડ્યોહળવદ : હળવદ તાલુકાના સુંદરગઢ ગામેથી પોલીસ દ્વારા રહેણાક મકાનમાંથી 300 લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઇ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી દેવજીભાઈ જીવણભાઈ પાટડીયાના રહેણાંક મકાનમાંથી 300 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 6,000 મળી આવતા આરોપી દેવજીની પોલીસ દ્વારા અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ આવી કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પીઆઈ આર.ટી.વ્યાસ,સર્વેન્સ સ્ટાફના અજીતસિંહ સિસોદિયા,દેવેન્દ્રસિંહ ઝાલા,વિપુલભાઈ નાયક,ગંભીરસિંહ ચૌહાણ,હરવિજયસિંહ ઝાલા, કમલેશભાઈ પરમાર સહિતનાઓ રોકાયેલ હતા.