મોરબી : મોરબીના લાલપર પાસે હાઈવે પર ખરાબ રોડના કારણે અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે ત્યારે આજ રોજ લાલપર પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. રોડ રસ્તા ખરાબ હોવાના અને ખાડા-ખબડાના કારણે લાલપર પાસે આશરે 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જેના કારણે વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા.