મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે તારીખ 11/8/2024 ને રવિવારે સવારે 8 થી 1 કલાક દરમ્યાન ફૂલછોડના કલમી રોપા રાહત ભાવે વેચાણ કરવામાં આવશે.આ દરમિયાન દરેક જાતના ફૂલછોડના કલમી, રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા શિકાકાઈ પાવડર, ચુર્ણ શુદ્ધ ચોખ્ખું મધ, ધુપ, અગરબત્તી, ગુગળ, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળશે. ફૂલ છોડના કુંડા, ગાય આધારિત દેશી ખાતર, શુદ્ધ ચાંદીની રાખડીઓ, એક ગ્રામ, ડોઢ ગ્રામ, બે ગ્રામ, હરીપર ગામની દેશી ઘાણીનું કાળા સફેદ તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ, દવા, ખાતર, ઓર્ગેનિક મરચા વગેરે વસ્તુઓ માટે સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટ ભરે છે. જેમાં રાહત ભાવે વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે પ્રમુખ વી. ડી. બાલા- મો.નં. 9427563898 અથવા લવજીભાઈ પ્રજાપતિ- મો.નં. 9925369465નો સંપર્ક કરવા જણાવાયું છે.