હળવદ : તાલુકાના જુના દેવળિયા માધ્યમિક શાળા ખાતે NTCP પ્રોગ્રામ અંતર્ગત વ્યસન મુક્તિ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જુના દેવળીયા માધ્યમિક શાળા ખાતે વ્યસન મુક્તિ અંતર્ગત વિવિધ સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરે યોજાઇ હતી. જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓને નંબર આપી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરવાયો હતો. વિદ્યાર્થીઓને વ્યસન ન કરવા અંગે તેમજ વ્યસનથી થતા ગેરફાયદા વિશે સમજાવાયું હતું. આ સ્પર્ધામાં જુના દેવડીયા MPHS, નવા દેવડીયા CHO, MPHW વગેરેએ હાજરી આપી હતી.