મોરબી : માળીયા તાલુકાના નવા દેવગઢ ગામે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના ગુન્હામાં ઝડપાયેલા એક મોરબીના તેમજ બે નવા દેવગઢ ગામના ભેજાબાજ શખ્સોને પાસા હેઠળ અલગ-અલગ જેલ હવાલે કરવામાં આવ્યા છે.મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવા મામલે ત્રણ શખ્સો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા પાસા વોરંટ ઈશ્યુ થતા મોરબીના અલ્તાફભાઈ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ (ઉ.વ. 24) તેમજ નવા દેવગઢ ગામના બે સગાભાઈ એવા જયદીપભાઈ જીવણભાઈ સવસેટા (ઉ.વ.27) અને જયરાજભાઈ જીવણભાઈ સવસેટા (ઉ.વ. 24)ને પાસા એકટ હેઠળ ડિટેઇન કરી અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.