હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા ચાર શખ્સો પર હળવદ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.જેમાં ત્રણ ઝડપાઈ ગયા છે.જ્યારે એક ફરાર થઈ ગયો હતો.પોલીસ દ્વારા જુગારના પટમાંથી 22,300ની રોકડ કબજે લઈ ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના ભલગામડા ગામની સીમમાં હાર જીતનો ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ દ્વારા રેડ કરાઈ હતી.પોલીસ દ્વારા જુગારના પટમાંથી 22,300ની રોકડ સાથે જાદવજીભાઈ બાબુભાઈ, મુકેશભાઈ ધનજીભાઈ, રમેશભાઈ લાભુભાઈને ઝડપી લીધા હતા જ્યારે પોલીસને જોઈ બાલાભાઈ લક્ષ્મણભાઈ ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી વ્યાસ, સર્વેલન્સ સ્ક્વોડના અજીતસિંહ સિસોદિયા, વિપુલભાઈ નાયક, દેવેન્દ્રસિંહ ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ,હરવિજયસિંહ ઝાલા સહિતનાઓ રોકાયેલા હતા.