મોરબી જિલ્લામાં 47 કિલોમીટર ફરશે ન્યાય યાત્રામોરબી : ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટનાઓ અને પ્રજાના પડતર પ્રશ્નો અંગે લોકોને ન્યાય મળે તે માટે આવતીકાલ તારીખ 9 ઓગસ્ટથી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે સવારે 8 વાગ્યે મોરબીના દરબારગઢથી ગુજરાત ન્યાય યાત્રા શરૂ થશે અને મોરબી જિલ્લાના વિવિધ સ્થળે ફરશે. મોરબી જિલ્લામાં કુલ 47 કિલોમીટર આ યાત્રા ફરશે.મોરબી જિલ્લામાં આ ન્યાય યાત્રા દરબારગઢથી શરૂ થઈને ઝુલતો પુલ, ગ્રીન ચોક, નેહરુ ગેટ ચોક, શાક માર્કેટ ચોક, ગાંધી ચોક, સુપર માર્કેટ, સરદાર પટેલ સ્ટેચ્યુ, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ, શનાળા શક્તિ માતાજી મંદિર, શનાળા, વીરપર, લજાઈ, ટંકારા, મીતાણાથી કાગદડી થઈ આ ન્યાય યાત્રા રાજકોટ જશે.આ યાત્રામાં વડગામના ધારાસભાઈ અને કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, કાર્યકારી પ્રમુખ લલિત કગથરા, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ કિશાન મોરચા પ્રદેશ પ્રમુખ પાલભાઈ આંબલીયા, વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહમદ જાવિદ પીરઝાદા સહિતના અગ્રણીઓ જોડાશે.