મોરબી : આજ રોજ તારીખ 8-8-2024ના રોજ મોરબી સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લા NSUIની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કારોબારીમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી તથા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, મોરબી જિલ્લા NSUIના પ્રમુખ ભાવનીક મુછડિયા, મોરબી જિલ્લા NSUIના ઉપપ્રમુખ રાજ ટુંડિયા તથા મોરબી જિલ્લા NSUIના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા અને આવતીકાલે 9-8-2024ના રોજ મોરબી શહેરના દરબારગઢ ખાતેથી ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન થવાનું છે. તેમાં NSUIની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી.