મોરબી : રાજ્ય સરકાર દ્વારા વર્ષ- 2023/24 માં ધોરણ-5 માં લેવાયેલી જ્ઞાનસેતુ સ્કોલરશિપ પરીક્ષા (CET) માં મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળાના 14 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો છે.CET પરીક્ષાના મેરિટમાં નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના સોઢા ભરતસિંહ, બોપલીયા ઓમ, ભાલોડીયા શુભ, થરેશા આરદીક, વિશ્વકર્મા લવકુશ, કાવર વંશ, માટલીયા પ્રિત, સનાવડા હર્ષ, ઘોડાસરા નક્ષ, ખાદા ભવ્ય, પડસુંબીયા શ્રે, પડસુંબીયા પ્રિન્સ, ભાલારા દર્શિત, સોનારા નિશાંત એમ કુલ 14 બાળકોનો મેરીટમાં સમાવેશ થયો છે. આ ઝળહળતી સફળતા મેળવવા બદલ શાળા પરિવાર, એસ.એમ.સી. તથા વાલીઓ દ્વારા મેરિટમાં આવેલા બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તથા બાળકોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શિક્ષણ આપી તૈયાર કરવા બદલ વર્ગ શિક્ષક અશોકભાઈ કાંજીયા, પારૂલબેન પાણ તથા મનીષાબેન ગડારાનો આભાર માન્યો હતો.