યુવાનોએ બોલેરો પીકઅપનો પીછો કરતા ચાલક અને તેની સાથે રહેલો શખ્સ નાસી છૂટ્યાહળવદ : હળવદ તાલુકાના ચૂંપણી નજીક બોલેરો પીકઅપમાં ગેરકાયદેસર રીતે પાંચ પાડા ભરી બે શખ્સો વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે ચૂંપણી ગામના યુવાનો દ્વારા બોલેરો પીકઅપ નો પીછો કરતા આ બંને શખ્સો પાડા ભરેલી બોલેરો મુકી નાસી છૂટ્યા હતા. હાલ આ બનાવવાની જાણ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.હળવદના અંતરિયાળ ગામોનાં રસ્તે થી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી થતી હોવાને લઈ અવારનવાર જીવદયા પ્રેમીઓ દ્વારા કસાયોના હાથમાંથી મુંગા પશુઓને મુક્ત કરાવતા હોય છે.ત્યારે આજે ચૂંપણી ગામના પાદર માંથી બોલેરો પીકઅપ જીજે 36 વી 6260 નંબરની પસાર થતાં ગામમાં રહેલ ભરવાડ સમાજના યુવાનોને ધ્યાને આવતા તેઓ દ્વારા બોલેરો ગાડીનો પીછો કરાતા ચાલક અને તેની સાથે રહેલો અન્ય એક શખ્સ બોલેરો મૂકી નાસી છૂટ્યા હતા.જ્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા બોલેરો પીકઅપની અંદર તપાસ કરાતા તેમાં ક્રુરતા પૂર્વક બાંધેલા પાંચ પાડા ધ્યાન આવતા તેઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવ્યા હતા અને આ બનાવની જાણ હળવદ પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.