હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ-દુષ્કર્મના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.સમગ્ર માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે હળવદ પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં. 0748/2023 આઈપીસી કલમ 363,376(2), જે.એમ.376(3)144 તથા જાતીય ગુન્હાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમની કલમ- 4,5(એલ)6 વી. મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ગોવિંદ પર્વતભાઈ નાયક (રહે. અણિયાદ) હાલ અમરેલી જિલ્લાની તલાલી ગામની સીમમાં રહેતો હોવાની ચોક્કસ માહિતી મળતાં સ્ટાફના માણસો સ્થળ પર જઇ તેની અટક કરી હળવદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે.