મોરબી : મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આજરોજ રમેશભાઈ ટોયટાનું તાજેતરમાં આકસ્મિક અવસાન થતાં તેમના પરિવારને અકસ્માત વિમા રકમનો ચેક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.ભારતીય ટપાલ વિભાગ હેઠળ ચાલતી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) દ્વારા વિવિધ વીમા કંપનીઓ સાથે અકસ્માત વીમાનું કવચ ગ્રામ્ય લેવલ સુધીના અંત્યોદય ગ્રાહકોને પ્રદાન કરવા માટે ખાસ કરારો થયેલા છે.આ યોજના અંતર્ગત એકદમ નજીવા દરો એ જેમ કે રૂ.320, રૂ.559, રૂ 799માં અનુક્રમે રૂપિયા 5 લાખ, 10 લાખ અને 15 લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ રમેશભાઈ ભાલુભાઈ ટોયટા રહે. કારીય સોસાયટી વાવડી રોડ , મોરબી એ મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતેથી માત્ર રૂ.559ના નજીવા પ્રીમીયમમાં રૂ.10 લાખનો વીમો તારીખ 22/8/2023ના રોજ ઉતરાવેલ હતો.માત્ર ચાર મહિનાના ટુકાગાળામાં તારીખ 28/12/2023ના રોજ રમેશભાઈ ટોયટા પોતાના બાઈકમાં સરવડ પાટીયા પાસે જતા હતા, ત્યારે રોંગ સાઈડમાંથી આવતા ટ્રક સાથે સામેથી બાઈક અથડાતા તેમનું ઘટનાસ્થળે જ દુખ:દ અવસાન થયું હતું. ત્યારે આજરોજ તેમના પરિવારને રકમની સ્મૃતિ પેટેનો ચેક કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય માળિયા- મોરબી, પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય હળવદના હસ્તે ચેક આપવા માટે કાર્યકમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ મોરબી શહેરની જાહેર જનતાને બહોળી સંખ્યામાં આ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી.